બ્લોગપ્રારંભની પૂર્વસંધ્યાએ…

છેલ્લા કેટલાક સમયથી મેં મારા Parent Blog  – “William’s Tales”  ઉપર કે અન્યત્ર મારી ટૂંકી વાર્તાઓને સીધી જ પ્રસિદ્ધ કરવાનું બંધ કર્યું છે. કેટલાક મિત્રોએ સલાહ આપી કે મારે ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતાં  E/P મેગેઝિન માટે વાર્તાઓ મોકલવી જોઈએ. હવે જે તે મેગેઝિનના તંત્રીઓ/સંપાદકો આગ્રહ રાખતા હોય છે કે જે તે વાર્તા લેખકના કે અન્ય કોઈના બ્લોગ ઉપર પણ પ્રસિદ્ધ થએલી હોવી જોઈએ નહિ.

મારા આ નિર્ણય પછી મેં નીચેના શીર્ષકોવાળી મારી વાર્તાઓને કાં તો અત્રતત્ર મોકલી આપેલ છે અથવા મારી પાસે જાળવી રાખી છે.

(૧) દોડવીર!
(૨) રે તુંહી!
(૩) જોગાનુજોગ!
(૪) આકાશકુસુમવત્
(૫) ‘આ તો સુલેમાનચાચાની ઘોડાગાડી છે!’
(૬) ભ્રમ ખોટો પડ્યો!

ઉપરોક્ત વાર્તાઓ પૈકી ‘આ તો સુલેમાનચાચાની ઘોડાગાડી છે!’ ને મેં એક વાર્તા મેગેઝિન ‘સબરસ ગુજરાતી’  ઉપર માત્ર પ્રસિદ્ધિ અર્થે મોકલી આપી હતી, પણ તેના વ્યવસ્થાપકોએ તેને ‘હરીફાઈ’ હેઠળ સ્વીકારી લીધી હતી. આજે ૬ઠ્ઠી માર્ચે તે હરીફાઈનું પરિણામ આવી ગયું છે, જેમાં આ વાર્તાને ‘પ્રોત્સાહન’ કેટેગરીમાં પસંદગી આપવામાં આવી છે.

આજના મારા નવીન બ્લોગના શુભારંભ પ્રસંગે મારી પહેલી નવીન વાર્તા તરીકે તેનું માત્ર શીર્ષક જ આપું છું. એ મેગેઝિનમાં એ વાર્તા પ્રસિદ્ધ થયા પછી જ અહીં મારા બ્લોગે તેને પ્રસિદ્ધ કરીશ. ટૂંકમાં કહેતાં, અહીં માત્ર મુહૂર્ત કરવા પૂરતું આ વાર્તાનું અત્રે સ્થાન નક્કી કરી દીધું છે.

મારા બ્લોગના પેટાશીર્ષકના ભાગે જણાવ્યા પ્રમાણે મારી પ્રત્યેક નવીન વાર્તાની સાથે મારી એક જૂની વાર્તાનો “William’s Tales”  ઉપરનો  લિંક આપવાનો છું, જે આપ સૌ વાચકો જે તે Post ના છેક નીચેના ભાગે (At Footer) જોઈ શકશો.

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

Leave a comment