Monthly Archives: August 2014

મધુરજની અને રજનીગંધા !

ખરે જ નણદલડી કોકિલાના હરખનો કોઈ પાર ન હતો. ભૈયાભાભીના મધુરજની માટેના શયનખંડને એણે જ ભવ્યાતિભવ્ય રીતે સજાવ્યો હતો. કુમારિકા એવી વરની બહેનડી દ્વારા નાજુક અને ક્ષોભજનક એવા આ કાર્યને અંજામ અપાય તેમાં થોડોક ઔચિત્યભંગ તો જરૂર હતો, પણ અન્ય … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL | Tagged , , , , , , , , , , , , , , , | 3 Comments

હરિયો અને જીવલો

શિયાળાની વહેલી એ સવાર હતી. ખુશનુમા શીતળ હવા હતી. કૂવા પાસે જ ઘઉંના લહેરાતા મોલનું મોટું ખેતર હતું. છોડવાઓ ઉપર ભરપુર દાણા બાઝેલાં કણસલાં હતાં. મંદમંદ હવામાં એ કણસલાં ડોલતાં હતાં. કૂવાકાંઠે એક પાકી ઓરડી હતી. ખેતરના એક ખૂણે માટીનું … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB | Tagged , , , , | 5 Comments

રૂબી સ્લીપર્સ !!!

અમારાં ત્રણ સંતાનો સાથે અમે બગીચાના બાંકડે ઘરનો નાસ્તો પતાવીને અમારી પોતપોતાની ઘરના એકવા વોટરની બૉટલોમાંથી પાણી પી રહ્યાં હતાં, ત્યારે ભિખારી જેવો લાગતો એ કાકો અમારી નજીક આવીને મારી પત્નીને સંબોધીને બોલી પડ્યો, “ઓ બૉન, તમારાં સોરાં પોંણી પી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL | Tagged , , , , , , , | 4 Comments

અજીબોગરીબ મોડસ ઑપરેન્ડી

કૉમ્પ્યુટરાઈઝ્ડ ટિકિટબુકીંગ ન હોવાના એ સમયગાળામાં હું વિભાગીય રેલવે જંક્શનમાં રિલીવીંગ સ્ટેશન માસ્ટર હતો. નજીકના એક રેલવે જંક્શને મારે ત્રણ દિવસ માટે બદલી પામીને જવાનું થયું હતું, ત્યારે મારી પ્લેટફોર્મ ટિકિટની બારીએ ગામડિયા જેવા બે યુવાનોએ ચાલીસ પ્લેટફોર્મ ટિકિટ માગી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB | Tagged , , , , , | 7 Comments

એક દુજેકે લિયે !

મારે તમારા વિષે કંઈક કહેવું છે; આધુનિક શીરી અને ફરહાદ, લયલા અને મજનુ કે પછી રોમિયો અને જુલિયેટ – તમે જે ગણાઓ તે ! પણ, મારા કથનના પ્રારંભ માટે હું થોડોક અવઢવમાં છું, કેમ કે હું હજુ નક્કી નથી કરી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL | Tagged , , , , , , , , , , , , , , , , , , , | 2 Comments

રણછોડ જીવા !

ડીસ્ટ્રીક્ટ જેલના મુખ્ય દરવાજા સામેના ખુલ્લા મેદાનની ચોતરફ ઘટાદાર લીમડાઓની ડાળીઓ લીંબોળીઓના ભારથી લચી રહી છે. વહેલી સવારના મંદમંદ પવનમાં એ ડાળીઓ મહાપરાણે થોડીકવાર હાલ્યા પછી સ્થિર થઈ જાય છે, જાણે કે હજુ પણ તેઓ થોડીક ઊંઘ ખેંચી લેવા માગતી … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL | Tagged , , , , , , , , , , , , , , , , | 4 Comments

બેઠી ને બેઠી વાર્તા !

દરેક રવિવારી સાંજની નિત્ય આદત મુજબ હું રેલવે સ્ટેશનના બુકસ્ટૉલની સામેના બાંકડે બેઠોબેઠો નવીન વાર્તામેગેઝિનનાં પાનાં ફેરવી રહ્યો હતો. થોડેક દૂરના પ્લેટફોર્મના થાંભલા પાસે બે મુસાફરો ફ્લોર ઉપર બેઠેલા હતા. તેમના સામાનમાં બે મોટા થેલા હતા, જે પૈકી એકમાં ચાલુ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB | Tagged , , , , , , | 4 Comments