મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ

(અહીં લિંક કરેલી વાર્તાઓને તેમના કર્તાઓની ઈ-મેઈલ દ્વારા મળેલી અનુમતિથી પ્રદર્શિત કરવામાં આવી   છે. યાદી વિકાસના તબક્કામાં હોઈ સંવર્ધિત થતી રહેશે. અહીં મુલાકાત બદલ ધન્યવાદ.)

પગપેસારો !!! 

Foot

હું મિત્રોનો મિત્ર ખરો કે નહિ ? તો પછી, અહીં મારી પોતાની બદલાતી જતી મનપસંદ એક વાર્તા વાંચતા રહો. 

#જીનિયસ ગોસિપર  (વલીભાઈ મુસા) –  વાંચતાં વાંચતાં હસાવ્યે રાખતી વાર્તા  

#     #     #     #     #  

નવીન ઉમેરો

(૫૨) ડંખ   (અનિલ ચાવડા) – ગઝલસમ્રાટ તરીકે ઓળખાતા  કવિશ્રીની  ઉત્તમોત્તમ વાર્તા

(૫૩) ગંગાબા  (નટવર મહેતા) –  સફળ વાર્તાકારની હૃદયસ્પર્શી વાર્તા

(૫૪) બહેરી બૈરીએ બાથરુમમાં પુર્યો  (નવીન બેન્કર) –  તાજગીસભર હાસ્યવાર્તા

#     #     #     #     #

(૧) ઈશ્વરનો જન્મ (સુરેશભાઈ જાની) – મધુ રાય સંપાદિત ‘મમતા’ સામયિકમાં સ્થાનપ્રાપ્તિ  

(૨) મેરા બચ્ચા … (રજનીકુમાર પંડ્યા) – ‘કુંતી’ નવલકથા-ખ્યાત પ્રથમ હરોળના લેખકની પસંદગીની વાર્તા

(૩) રાગ અને ત્યાગ –  ગરીબની હાયની ઉર વીંધતી કહાની (પ્રજ્ઞાબેન વ્યાસ – બ્લોગજગતનાં વિદુષી)

(૪) આરોહી (નીલમ દોશી – ખ્યાતનામ લેખિકા) 

(૫) કદાચ (વિજય શાહ – ‘ગુજરાતી’ સેવાયજ્ઞની ધૂણી ધખાવતા ઈસમ) – ‘ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ’માં પ્રથમ 

(૬) રત્નાનો કેસ (હિરલ શાહ – ‘ઈ-વિદ્યાલય’નાં પ્રણેતા) – ‘રીડ ગુજરાતી’ ઉપરની એવોર્ડવિજેતા વાર્તા 

(૭) પરિપક્વ પ્રણયની યાત્રા (ડો. ઈન્દુબેન શાહ) – ‘ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ’માં પ્રથમ 

(૮) કમુબહેન (ડો. જયન્તી મહેતા M.D.) – વિશ્વભરના વાચકો તરફથી ખૂબ ચાહના મળેલી અનોખી વાર્તા

(૯) માતા : પરણેલી કે કુંવારી (અવંતીકા ગુણવંત) – વિશ્વભરમાં વખણાએલી રસપ્રદ વાર્તા 

(૧૦) આવ ભાઈ હરખા ! (આશા વીરેન્દ્ર) – વિશ્વભરના વાચકો તરફથી પ્રશંસા પામેલી વાર્તા 

* અ.નં. ૮ થી ૧૦ સુધીની વાર્તાઓ ઉત્તમભાઈ ગજ્જર મારફત મળી છે. તેમનો અને ત્રણેય કર્તાઓનો આભાર માનું છું.  

(૧૧) ખાલીપો (નિમિષા દલાલ – સુરત) – ગુર્જરી ડાયજેસ્ટ (અમેરિકા)માં સ્થાનપ્રાપ્તિ 

(૧૨) ઓપનહાઉસ (હરનિશ જાની) – (‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દ્વારા શ્રેષ્ઠ ૨૧ વાર્તાઓમાં પસંદગીપાત્ર – ૨૦૦૮)

(૧૩) વાંસળી (ડો. જયંત ખત્રી) – ‘મમતા’માં પ્રકાશિત અને લેખકશ્રીનાં પરિવારજનો અને ‘અક્ષરનાદ’ ના સૌજન્યથી

(૧૪) મંગલાચરણ (હિમાંશી શેલત) – ‘નવનીત સમર્પણ’માં  સ્થાનપ્રાપ્ય: કર્તાની સંમતિની અપેક્ષાએ ‘ચિંતન પટેલ’ બ્લોગના સૌજન્યથી પ્રસિદ્ધ

(૧૫) સપોર્ટિંગ એન્જિન (મુર્તુઝા પટેલ) – ‘રીડ ગુજરાતી’ ઉપર પ્રકાશિત અને લેખકશ્રી તથા મૃગેશભાઈના સૌજન્યથી

(૧૬) કોણ માં ? (પ્રવીણ શાસ્ત્રી) –  હૃદયસ્પર્શી બેનમૂન વાર્તા – લેખકના બ્લોગ ‘પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ’  ઉપર એક એકથી ચઢિયાતી વાર્તાઓ વાંચી શકાશે.

(૧૭) ચં.જ.સ. B.Com. (ચન્દ્રકાન્ત સંઘવી) – રસસાતત્યને જાળવી રાખતી રમતિયાળ શૈલીમાં લખાએલી એક અનોખી વાર્તા 

(૧૮) મિસ્ટર ‘જી’ (કેપ્ટન નરેન્દ્ર ફણસે) – ‘અખંડ આનંદ’માં પ્રસિદ્ધ એવી લેખકના પુસ્તક ‘જિપ્સીની ડાયરી’માંની સ્વાનુભવીય અજોડ પ્રસંગકથા  

(૧૯) પટેલ બચ્ચો (પદ્યવાર્તા – કિશોર પટેલ) – ‘ફાધર્સ ડે’ નિમિત્તે સર્જાએલી વાસ્તવિક એવી અછાંદસ કવિતાનો સર્જકશ્રી અને શબ્દસેતુ (ટોરન્ટો-કેનેડા)ના સૌજન્યથી સાભાર સ્વીકાર

(૨૦) પૃથ્વી અને સ્વર્ગ (ધૂમકેતુ) – પ્રાચીન સંસ્કૃતિના સમયકાળ ભણી દોરી જતી ઉત્તમ વાર્તાકારની સદાબહાર વાર્તાનો લેખકશ્રીનાં આપ્તજનોની સહમતિની અપેક્ષાએ ‘રીડ ગુજરાતી’ના સૌજન્યથી સાભાર સ્વીકાર

(૨૧) સ્વથી સર્વ સુધી ….(મૃગેશ શાહ) – ચહેરા ઉપર ચહેરો ધરાવતા માનવીના દંભી માનસને ઉજાગર કરતી ‘રીડ ગુજરાતી’ ઉપર પ્રસિદ્ધ એવી લેખકના ઔદાર્યભાવે પ્રાપ્ત થએલી રસપ્રદ વાર્તા

(૨૨) બે આંખો (વ્રજેશ આર. વાળંદ) – અતીત થઈ ગએલા પ્રણયની યાદને પંપાળતી ભાવપૂર્ણ એવી ‘રીડ ગુજરાતી’ ઉપર પ્રસિદ્ધ થએલી વાર્તાનો લેખકશ્રી અને ‘રીડ ગુજરાતી’ના સૌજન્યથી સાભાર સ્વીકાર

(૨૩) નવનિર્માણ (જિગ્નેશ અધ્યારૂ) – ‘મમતા’ સામયિકમાં પ્રસિદ્ધ થએલી સત્ય ઘટનાત્મક વાર્તાનો લેખક અને ‘અક્ષરનાદ’ના સૌજન્યથી સાભાર સ્વીકાર  

(૨૪) ખતરનાક ખેલ (શહીદ અમીનાહ હૈદર અલ સદ્ર ‘બિન્ત અલ હુદા’ – અનુવાદક વલીભાઈ મુસા) – સદ્દામના શાસનકાળમાં પોતાના બે ભાઈઓ સાથે યુવાનવયે જેમની હત્યા થઈ હતી, એવાં લેખિકાની કલમે લખાએલી કોઈપણ ધર્મની ધાર્મિક સ્ત્રીને સરખી જ રીતે લાગુ પડતી અને નારીની વેદનાને ઉજાગર કરતી હૃદયસ્પર્શી વાર્તા (કોપીરાઈટધારક કે લેખિકાનાં આપ્તજનોની સંમતિની ધારણાસહ સાભાર સ્વીકાર)  

(૨૫) લવ અનટાઈટલ્ડ (દીપક પટેલ) – પહેલી નજરે જ થએલો પ્રેમ અને એ જ પ્રેમની કુરબાની આપતા વાર્તાનાયકની અનોખી દાસ્તાન

(૨૬) જાગૃતિ (મનુભાઈ ગિજુ) – માતૃભૂમિપ્રેમને ઉજાગર કરતી અને ‘દીકરી જ્યાં જાય ત્યાં રળીને ખાય’ એવી એકવીસમી સદીની સ્ત્રી વિષેની નવીન વિભાવનાને સમજાવતી રસપ્રદ વાર્તાનો સાભાર સ્વીકાર   

(૨૭) પરંપરા (વિનોદભાઈ આર. પટેલ) – ભલાઈ કરવાની પરંપરા જાળવી રાખવાનો દિવ્ય સંદેશો આપતી અનુકરણીય વાર્તાનો સાભાર સ્વીકાર.  (વાર્તા બીજ – એક સત્ય ઘટનાના અંગ્રેજીમાં સમાચાર) –  લેખકશ્રીનો બ્લોગ “વિનોદ વિહાર” – ગુજરાતી ગદ્યપદ્યસર્જનની આનંદયાત્રા

(૨૮) ‘જનેરિક’  (મધુ રાય) – ‘સાહચર્ય વાર્ષિક’ માં વાચકો માટે નવા વર્ષના ઉપહાર રૂપે પ્રગટ થએલી પાશ્ચાત્ય પશ્ચાદ્ભૂમિકા ઉપર આધારિત રોમાંચક અને ભાવુકતાસભર એવી અનોખી વાર્તાને પ્રસિદ્ધ કરવાની સંમતિ બદલ લેખકશ્રી અને મધ્યસ્થીની ભૂમિકા ભજવવા બદલ ઉત્તમભાઈ ગજ્જરનો આભાર માનું છું.

(૨૯) મોહમાયામેં ક્યા પાયા ? (બિરેન કોઠારી) – વ્યંગાત્મક અને રસળતી શૈલીએ લખાએલી, સ્મિતમઢ્યા ચહેરે વંચાયે જતી અને દંભી ધાર્મિકતાનો પર્દાફાશ કરતી અનન્ય એવી આ હાસ્યવાર્તાનો લેખકની સંમતિસહ સાભાર સ્વીકાર.    

(૩૦) દાસ્તાં-એ-દિલાવર (પાર્થ નાણાવટી) – નિ:શંક એવી ચોટદાર, ચિત્રાત્મક અને રસાળ શૈલીએ તથા રમતિયાળ ગામઠી લઢણે લખાએલી આ વાર્તા ગ્રામ્યજીવનની વાસ્તવિકતાઓને તો ઉજાગર કરે છે

(૩૧) આપણાં પારણાં, આપણાં બારણાં (રજનીકુમાર પંડ્યા) – કુંતી’ નવલકથા-ખ્યાત પ્રથમ હરોળના લેખકની નારીજીવનના દુ:ખદ પાસાને અભિવ્યક્ત કરતી ભાવસભર વાર્તા

 (૩૨) ‘આઈ એમ સ્યોર …’ (નીલમ દોશી) – લેખિકાના વાર્તાકૌશલ્યની સાક્ષી પૂરતી અને  રસસાતત્યને જાળવી રાખતી આ વાર્તા  Anti Climax ઢબે અંત પામીને વાચકને અનેરો આનંદ આપવા સમર્થ છે.

 (૩૩) એક  સ્વતંત્ર સ્વપ્ન …’ (હિરલ શાહ) – વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડતી અને શૈક્ષણિક મનોવિજ્ઞાનનએ ઉજાગર કરતી પ્રેરણાદાયી વાર્તા 

(૩૪) કાયરતાની સજા (વિજય શાહ) – માનવમનના વિચિત્ર પાસાને વ્યક્ત કરતી રસપ્રદ વાર્તા

(૩૫) કોન્ટ્રેક્ટ મેરેજ (પ્રવીણકાન્ત શાસ્ત્રી)  – પાશ્ચાત્ય લગ્નસંસ્થાને ઉજાગર કરતી અનોખી વાર્તા

(૩૬) રે, પસ્તાવો ! (રાજુલ શાહ) – બાળઉછેરના નાજુક પાસાને અભિવ્યક્ત કરતી મનોવૈજ્ઞાનિક વાર્તા    

(૩૭) ગોવાલણી  (કંચનલાલ વાસુદેવ મહેતા ‘મલયાનિલ’) – ગુજરાતી સાહિત્યની પહેલી નવલિકા 

(૩૮) આંખ આડે કાન રાખે, પણ કાન આડે શું રાખે ? (નયના પટેલ) – યુ.કે. સ્થિત લેખિકાની રસપ્રદ વાર્તા બદલ આભાર.

(૩૯) ચાર હવાઈયાત્રા  (પ્રવીણકાન્ત શાસ્ત્રી) – પાશ્ચાત્ય સમાજજીવનને નિરૂપતી સરસ વાર્તા બદલ ધન્યવાદ.

(૪૦)  એક સમય પર દો બરસાતેં,બાદલ કે સંગ આંખ ભી બરસે (રજનીકુમાર પંડ્યા) – હૃદયને હચમચાવી દેતી લાગણીપ્રધાન વાર્તા  બદલ લેખકશ્રીનો આભાર

(૪૧) એક છોકરી ને રાતા જાંબલી રંગનું ફૂલ  (Ek _Chhokari_Parth_As_PDF) – પાર્થ નાણાવટી (ઓસ્ટ્રેલીઆ)

(૪૨) મિડલાઈફ ક્રાઈસિસ (પ્રવીણ શાસ્ત્રી) – પાશ્ચાત્ય દેશોમાં દેશી આધેડ યુગલોનાં દાંપત્યજીવનમાં પડતી તિરાડને ઉજાગર કરતી દીવાદાંડીરૂપ વાર્તાને મિત્રહક્કે તફડાવીને No thanksની ગુસ્તાખી સાથે અત્રે લિંક કરવામાં આવી છે.

(૪૩) રૂપા ભાગી ગઈ !  (ચીમન પટેલ ‘ચમન’) – શબ્દોના આડંબર વગરની સરળ શૈલીમાં વહેતી ગુજરાતી ડાયસ્પરિક કુટુંબની લગ્નસમસ્યાને ઉજાગર કરતી અને સુખદ અંત પામતી અનોખી અને પ્રયોગશીલ લઘુકથા.

(૪૪) નિરાધાર આધાર (રાજુ કોટક) –  સુમધુર દાંપત્યજીવનમાં વિશ્વાસ અને વફાદારીને ઉજાગર કરતી રહસ્યપ્રધાન વાર્તાને અત્રે મૂકવાની સંમતિ આપવા બદલ લેખકશ્રીનો આભાર.    

 (૪૫) ધર્મીને ત્યાં ધાડ ! (ચીમન પટેલ ‘ચમન’) – બોધપ્રદ માઈક્રો ફિક્શન વાર્તા પાઠવવા બદલ લેખકશ્રીને ધન્યવાદ. 

(૪૬) વિશ્વ ચકલી દિને / મુબારક ચકલી દિન – આબાલવૃદ્ધને પ્રિય બાલવાર્તા : ‘નીરવ રવે’ના સૌજન્યથી – Courtesy Mavjibhai …+blogs

(૪૭) સ્પેસ (પ્રવીણકાન્ત શાસ્ત્રી)  –  કુટુંબજીવનના તાણાવાણાની ગૂંચોને ઉજાગર કરતી અને સુલઝાવતી હૃદયસ્પર્શી અનોખી વાર્તા

(૪૮) દાનવીર (ઉમાકા ન્ત વિ. મહેતા) – ‘મમતા’ સામયિકમાં સ્થાન પામેલ માનવતાલક્ષી સંવેદનશીલ વાર્તા

(૪૯) બહેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો (નવીન બે ન્કર) – ‘ઓપિનિયન’માં સ્થાન પામેલી હળવી શૈલીમાં લખાયેલી રમૂજી વાર્તા 

(૫૦) કુલદીપિકા – પદ્યવાર્તા (ઉમાકાન્ત વિ. મહેતા) – એક અનોખી મિત્રભાવે પ્રાપ્ત થયેલી પ્રયોગશીલ પદ્યવાર્તા અત્રે પ્રસ્તુત છે.   

(૫૧) બદલાતાં સંબંધોનાં સમીકરણ (વાર્તા) – ઉમાકાન્ત વિ. મહેતા – સંવેદનશીલ વાર્તા 

 

17 Responses to મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ

  1. Pingback: એક શ્રેષ્ઠ વાર્તા | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

  2. બહેનોના ઉત્સાહને બિરદાવું છું. હાલ સુધીની ૧૧ વાર્તાઓમાં બહેનોની ૭ વાર્તાઓ મળી છે. ભારતના રાજકીય પક્ષો સંસદ/વિધાનસભમાં સ્ત્રીઓને અનામતના બિલને ઠેબે ચઢાવે છે. આ મુદ્દે વલદા પોતાની પીઠ થાબડે છે અને ટકાવારી કાઢવાનું કામ ભાઈડાઓને સોંપે છે.

    Like

  3. આજે ‘મેરા બચ્ચા ‘ વાંચી. અદભુત સત્યકથા.

    Like

  4. સ્નેહી વલીભાઈ, આપના બ્લોગ પર મારી વાર્તા મુકીને મારું ગૌરવ વધાર્યું છે. આપનો આભાર.
    હરનિશના સ્નેહ.

    Like

  5. વલીદાદા, તહે દિલથી શુક્રિયા.

    Like

  6. મિસ્ટર જી – બહુ જ ગમી ગયેલી વાર્તા છે.કેપ્ટનની કલમને સલામ.

    Like

  7. ભાઈશ્રી વલીભાઈ,
    આપના બ્લોગ “વલદાનો વાર્તાવૈભવ” ઉપર આપ મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ મૂકી રહ્યા છો અને એમાં મારી અછાંદસ રચના ‘પટેલ બચ્ચો’ ને પદ્યવાર્તા તરીકે સ્થાન આપ્યુ એ મારે મન બહુ મોટી વાત છે. આપે “શબ્દસેતુ” સંસ્થાનું ગૌરવ વધાયું છે. ખૂબ ખૂબ આભાર. દિલી શુક્રિયા. સ્નેહવંદન.

    Like

  8. Pingback: એક શ્રેષ્ઠ વાર્તા/પ્રજ્ઞાબેન વ્યાસ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

  9. nilam doshi says:

    nice selfless work for mother tongue..

    Like

  10. vijayshah says:

    દિલી શુક્રિયા. સ્નેહવંદન.

    Like

  11. માનનીય વલીભાઈ, મારી વાર્તાઓને આપના ખાસ બ્લોગમાં સ્થાન આપવા બદલ આભારી છું.

    Like

  12. Pingback: ( 685 ) ‘બાકાયદા કાયદે-આઝમ’ …..શ્રી વલીભાઈ મુસા | વિનોદ વિહાર

  13. વડીલ શ્રી વલીભાઇ મારી વાર્તાને આપના બ્લોગ પર સ્થાન આપવા બદલ દિલથી આભાર.

    Like

  14. Pingback: (૫૨૦) મારી નવમી  બ્લૉગવર્સરિ નિમિત્તે “Congrats 2 Me !” | William’s Tales (Bilingual Multi Topic Reads)

  15. ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી) says:

    મારી પ્રયોગાત્મક પદ્યવાર્તા ‘ કુલ દીપિકા ‘અને ‘ બદલાતાં સંબંધોના સમીકરણ ‘ ( બદલતે રીશ્તે ) જેવી નાજુક અને સંવેદનશીલ વાર્તાને ‘ મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ ‘માં સ્થાન મળ્યું તેનું મને ગૌરવ છે. માનનીય શ્રી વલીભાઈનો શુક્રગુજાર છું

    ઉમાકાન્ત વિ.મહેતા (ન્યુ જર્સી)

    Like

Leave a comment