Category Archives: માઈક્રોફિક્શન વાર્તા

મારી કેટલીક માઈક્રો ફિક્શન વાર્તાઓ

પ્રાસ્તાવિક: ’પ્રતિલિપિ’ માઈક્રોફિક્શન વાર્તાસ્પર્ધામાં મુકાયેલી મારી આ વાર્તાઓને મારા ‘વલદાનો વાર્તાવૈભવ’ બ્લોગ ઉપર મૂકતાં હું અત્યંદ આનંદની લાગણી અનુભવું છું. સદરહુ વાર્તાઓની શબ્દમર્યાદા ૪ થી ૧૫૦ શબ્દોની હતી. વાચકોને નવાઈ લાગશે કે આવા સાવ મર્યાદિત શબ્દોમાં તો વળી વાર્તા લખી … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા | Tagged , , , , , , , , | Leave a comment

વચેટિયો- લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૩)

ધાર્મિક અને ઉદાર ગણેશકાકાને બહોળી ખેતી હતી. ખળામાં અનાજટાણે જરૂરિયાતમંદોને સુડલે સુડલે અનાજ આપતા. ગૌશાળાઓ માટે ગાડાં ભરીભરીને ઘાસ મોકલતા. મંદિરના પૂજારી નીલકંઠગીરી ઉપર તો એમના ચાર હાથ રહેતા. મંદિર માટે જરૂરી ખાદ્યસામગ્રીના ભંડાર ભરી આપતા. તેઓશ્રી કદીય મંદિરમાં પ્રવેશતા … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, MB, PL, SM | Tagged , | 2 Comments

ચાર્લી ચેપ્લીન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૨)

સંક્ષિપ્તમાં  KDR તરીકે ઓળખાતા અને સાલભર વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતા આ નગરની એક સંસ્થાએ આ વર્ષે હજારોની મેદની વચ્ચે અનોખો કાર્યક્રમ પેશ કર્યો હતો. નગરનાં જુદાં જુદાં ક્ષેત્રોમાંની અવનવી પ્રતિભાઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રતિભાઓને … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, MB, PL, SM | Tagged | Leave a comment

અપવાદ – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧૧)

ટ્રેઇનના દ્વિતીય વર્ગના ડબ્બાની કેબિનમાં શિક્ષણના માધ્યમ ઉપર ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી.  સમાચાર હતા કે આગામી વર્ષ માટે નવી ખાનગી માધ્યમિક શાળાઓની દરખાસ્તો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે અનુક્રમે એંશી અને બે હતી. ચર્ચામાં એક પક્ષે અંગ્રેજીના પ્રોફેસર હતા, … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, MB, PL, SM | Tagged | Leave a comment

કેટલાક સવાલો – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૯)

‘પપ્પા, મારો સવાલ કે સરકાર RTI, RTE અને Right to Food જેવા નાગરિક અધિકારોના કાયદા બનાવે છે, તો અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યા તો ૨૬ જ છે; તો પછી એનાથી વધારે અધિકારોને સંક્ષિપ્તમાં કઈ રીતે દર્શાવાશે ? વળી, એક જ અક્ષરવાળા એક … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, લઘુકથા, MB, PL, SM | Tagged , , , , , , , | 2 Comments

શરમ આવી ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૮)

આમ તો એ ભિખારી તો નહોતો જ ! કોઈ કામધંધો કરે નહિ અને લોકોને સલામ મારીને તેમની પાસેથી એકાદબે રૂપિયા કઢાવી લે. એ દુકાનદાર કાકા તેની સલામને કદીય ફોગટ જવા દે નહિ અને કંઈકને કંઈક આપે જ. એક દિવસે એમનો … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, લઘુકથા, Gujarati, MB, PL, SM | Tagged , , , | 1 Comment

યુ – ટર્ન !– લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૭)

વર્ગપ્રાર્થના પત્યા પછી વિદ્યાર્થીઓની હાજરી પૂરવા પહેલાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની આવેલી રજાચિઠ્ઠીઓને વારાફરતી મોટેથી વાંચીને લખાણની ટીકાટિપ્પણી દ્વારા તેમની ઠઠ્ઠામશકરી કરવાની ગુરુજીની રોજની આદત બની ગઈ હતી. એકએક શબ્દ કે વાક્ય વાંચતા જાય, કોમેન્ટરી આપતા જાય, પોતે હસતા જાય અને … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, લઘુકથા, હાસ્ય, Gujarati, Humor, MB, PL, SM | Tagged | 2 Comments

કન્યાદાન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૬)

બી.બી. એન્ડ સી.આઈ. રેલવે*ના  જમાનામાં એ એક નાનકડું ફ્લેગસ્ટેશન હતું. રેલવેની હદની એન્ગલોને અડીને પટરીઓથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં જીર્ણશીર્ણ સાડીઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરામાં માત્ર બે જ જણનું એ બજાણિયા કુટુંબ હતું. મહામારીમાં માર્યા ગએલા બહોળા પરિવારમાંથી બચેલાં એ વૃદ્ધા નામે … Continue reading

Posted in કટાક્ષ, કુટુંબ, માઈક્રોફિક્શન વાર્તા, માનવીય સંવેગો, લઘુકથા, સત્ય ઘટનાત્મક, હાસ્ય, Gujarati, Humor, MB, PL, SM | Tagged , , , , , , | 2 Comments

ભાગ, ભાગ; જલ્દી ભાગ ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૫)

ભારતની આઝાદી પૂર્વે પાલનપુર નવાબી સ્ટેટના એ જાગીરી ગામમાં બે પોલીસમેનની રાતદિવસ કાયમ હાજરી રહેતી હતી, જેમાંનો એક પોલીસ હથિયારધારી અને બીજો બિનહથિયારધારી રહેતો. એક ચોમાસાની ઋતુમાં કેટલાંક ગામોમાં પશુઓમાં રોગચાળો ફેલાયો હતો. આ રોગચાળો અન્ય ગામોમાં ન ફેલાય તેની … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, લઘુકથા, MB, PL, SM | Tagged , | 1 Comment

લે, લેતો જા; લે, લેતો જા ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૨)

હાઈવેની એ હોટલ આગળ બસ ઊભી રહી કે તરત જ તેનાં પેસેન્જર ટપોટપ નીચે ઊતરીને ડ્રાઈવરને ઘેરી વળ્યાં. ‘એય ડ્રાઈવર, આટલી બેફામ બસ દોડાવે છે; તે અમને બધાંને અમારા ઘરે પહોંચાડવાં છે કે ઉપર ?’ મેં ધમકીભર્યા અવાજે કહ્યું. ’એ … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, લઘુકથા, MB, PL, SM | Tagged , , | 1 Comment