Category Archives: ટૂંકી વાર્તા

ખાટલાકોર્ટે શ્વાનખટલો

કેદીઓની બેરેક, રેલ્વે સ્ટેશનોના રેનબસેરા, હોટલોની ડોરમેટરીઓ, શહેરોની ફૂટપાથો કે દવાખાનાંઓના જનરલ વોર્ડની જેમ ઉનાળાની રાત્રિઓએ અમારા મહેલ્લાના લોકો પોતપોતાનાં આંગણાંમાં હારબંધ ઢોલિયાઓમાં સૂઈને, ઘરમાંના વીજપંખાઓને આરામ આપીને, વીજ ઉર્જાબચતની સરકારી ઘોષણાઓને આરામથી ઊંઘીને સન્માન આપતા હતા. ભસતાં કૂતરાં તેમની … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, WG | Tagged , , , , , | 1 Comment

પેચીદો મામલો

માત્ર જિલ્લામાં જ નહિ, રાજ્ય, દેશ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદર્શ વિદ્યાધામ તરીકે સુખ્યાત એવી આ ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાઉન્સેલર તરીકે નિયુક્તિ પામ્યાના બીજા જ દિવસે મને પડકારતો એ પેચીદો મામલો મારી સામે આવ્યો હતો. હું જ્યારે કમ્પ્યુટર ઉપર મારી કામગીરીના … Continue reading

Posted in ટૂંકી વાર્તા, WG | Tagged , , , , | 1 Comment

મિસીસ લિન્ડા બ્રાઉબુશ

મેહોનીંગ વેલી નર્સિંગ એન્ડ કોન્વલેસન્ટ સેન્ટરના સેમિ સ્પેશ્યલ રૂમના બે પૈકીના એક કોટ ઉપર હું સૂતેલો હતો. મારા પગના અંગૂઠામાં સંભવિત ગેંગ્રીનની સારવાર ચાલી રહી હતી. મારા રૂમમાંના બીજા કોટનાં દર્દી હતાં,  મિસીસ લિન્ડા. તેમના બ્રેસ્ટ કેન્સરના સફળ ઓપરેશન પછીની … Continue reading

Posted in કુટુંબ, ટૂંકી વાર્તા, WG | Tagged , , , , , , , , , | Leave a comment

કુન્તકનો પુનરવતાર!

‘ભાયા, જરા જુઓ ને મારાં ચશ્માંની દાંડી ગુલ થઈ છે તે! ઓપરેશન થઈ શકે તો ઠીક, નહિ તો નવી જ ઠપકારી દિયો.’, આગંતુક ગ્રાહકે ધીરગંભીર ચહેરે કહ્યું ઑપ્ટિશ્યન અને હું ખડખડાટ હસી પડ્યા. ‘કેમ, કેમ ભાયાઓ, મારી સહજ વાતમાં તમને … Continue reading

Posted in ટૂંકી વાર્તા, WG | Tagged , , | 7 Comments

બ્રાહ્મમુહૂર્તે અઝાન

દિવાળીના તહેવારની સળંગ ત્રણ રજાઓનો આજે બીજો દિવસ હતો. ભિવંડીની લગભગ તમામ પાવરલુમ્સ ફેક્ટરીઓ આખું વર્ષ ત્રણેય શિફ્ટમાં ચાલતી, પણ વર્ષાંતે આ બોતેર કલાક સંપૂર્ણ લોકડાઉન રહેતું અને આખો ઈન્ડસ્ટ્રીઅલ એરીઆ કબ્રસ્તાનની શાંતિમાં ફેરવાઈ જતો. મારી નોકરી હંમેશ માટે રાતપાળીની … Continue reading

Posted in ટૂંકી વાર્તા | Tagged , , , | Leave a comment

રાજાનો  હાથી

પ્રાસ્તાવિક: આ એક કપોલકલ્પિત વાર્તા છે. આ વાર્તાના કથાવસ્તુને ક્યાંય બંધ બેસાડવાનો પ્રયત્ન કરવાની ચોખ્ખીચટ્ટ મનાઈ ફરમાવવામાં આવે છે. કોઈ વાચકની ટ્યુબલાઈટનાં ચોક અને સ્ટાર્ટર પાવરફુલ હશે અને પૂરતો વીજ સપ્લાય હશે તો ટ્યુબલાઈટ ઝળહળી જવાની પૂરી શક્યતા છે. પરંતુ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, WG | Tagged , | 5 Comments

જીનિયસ ગોસિપર  

આજે મારે તમને એક એવા માણસને ઓળખાવવાનો છે, જે લોકજીભે તેના મૂળ નામને ગુમાવી બેઠો છે અને  ગપોડી, ગપ્પીદાસ, ગપ્પી, ગપ્પાંસમ્રાટ, ફેકુ કે જીનિયસ ગોસિપર તરીકે ઓળખાય છે. તેના મૂળ નામને હું પણ ગુપ્ત રાખવા માગું છું, કેમ કે તેનું … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, WG | Tagged , | 2 Comments

લખુડી

‘એય…લખુડી આવી…ઈ…ઈ…’ શેરીના નાકે સાદ પડે છે. આ લખુડી કોણ છે એવું ગામમાં કોઈ પૂછે તો નહિ જ, કેમ કે કોઈ તેનાથી અજાણ ન હતું, જન્મથી આધેડ વય સુધી પહોંચેલી, અસલી સોનાનાં ઘરેણાંથી સજ્જ, પણ પોતાનાં રોજિંદાં સાદગીપૂર્ણ વસ્ત્રો જ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, SM, WG | Tagged , , | 1 Comment

મિ. લાલજી માયાળુ

અમારો બેઉ મિત્રોનો સાંજનો નિત્યક્રમ હતો કે પોસ્ટઓફિસે જઈને અમારી ટપાલ હોય તો રૂબરૂ મેળવી લઈને પછી હાઈવે તરફ વોકીંગ માટે જવું. એ દિવસે અમારા પહોંચવા પહેલાં પોસ્ટમેન નીકળી ગયેલો હતો. અઠવાડિયા પહેલાં બદલી પામીને આવેલા નવીન પોસ્ટમાસ્ટરે અમને પ્રથમ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM, WG | Tagged , , , , , , | 3 Comments

ખરે જ, હદ કરી નાખી!

કરસનદા ભીંતને અઢેલીને ઉભડક પગ વચ્ચે આંગળાં ભિડાવેલા હાથ રાખીને ફર્શ ઉપર નજર ખોડીને શૂન્યમનસ્ક બેઠા હતા. તેમની બન્ને બાજુએ દીકરાઓ અને ઓરડાના ખૂણે વહુવારુ અને સાવ નિકટનાં સગાં શ્વેત વસ્ત્રે બેઠાં હતાં. છત ઉપર ફરતા પંખાના હળવા અવાજ સિવાય … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , | 2 Comments