Author Archives: Valibhai Musa

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com

શરમ આવી ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૮)

આમ તો એ ભિખારી તો નહોતો જ ! કોઈ કામધંધો કરે નહિ અને લોકોને સલામ મારીને તેમની પાસેથી એકાદબે રૂપિયા કઢાવી લે. એ દુકાનદાર કાકા તેની સલામને કદીય ફોગટ જવા દે નહિ અને કંઈકને કંઈક આપે જ. એક દિવસે એમનો … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, લઘુકથા, Gujarati, MB, PL, SM | Tagged , , , | 1 Comment

યુ – ટર્ન !– લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૭)

વર્ગપ્રાર્થના પત્યા પછી વિદ્યાર્થીઓની હાજરી પૂરવા પહેલાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની આવેલી રજાચિઠ્ઠીઓને વારાફરતી મોટેથી વાંચીને લખાણની ટીકાટિપ્પણી દ્વારા તેમની ઠઠ્ઠામશકરી કરવાની ગુરુજીની રોજની આદત બની ગઈ હતી. એકએક શબ્દ કે વાક્ય વાંચતા જાય, કોમેન્ટરી આપતા જાય, પોતે હસતા જાય અને … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, લઘુકથા, હાસ્ય, Gujarati, Humor, MB, PL, SM | Tagged | 2 Comments

કન્યાદાન – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૬)

બી.બી. એન્ડ સી.આઈ. રેલવે*ના  જમાનામાં એ એક નાનકડું ફ્લેગસ્ટેશન હતું. રેલવેની હદની એન્ગલોને અડીને પટરીઓથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં જીર્ણશીર્ણ સાડીઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરામાં માત્ર બે જ જણનું એ બજાણિયા કુટુંબ હતું. મહામારીમાં માર્યા ગએલા બહોળા પરિવારમાંથી બચેલાં એ વૃદ્ધા નામે … Continue reading

Posted in કટાક્ષ, કુટુંબ, માઈક્રોફિક્શન વાર્તા, માનવીય સંવેગો, લઘુકથા, સત્ય ઘટનાત્મક, હાસ્ય, Gujarati, Humor, MB, PL, SM | Tagged , , , , , , | 2 Comments

બાકાયદા કાયદે-આઝમ

એમના માટે ‘કાયદો’ શબ્દ તકિયા-કલામ બની ગયો હતો. વાતવાતમાં ‘આમ કાયદાથી જોવા જાઓ તો’, ‘કાયદેસર વિચારીએ તો’, ‘કાયદો તો આમ કહે છે કે’, ‘જો કાયદેસર મારી વાત માનો તો’ એવાં બદલાતાં જતાં બોલચાલનાં તેમનાં વિધાનોમાં ‘કાયદો’ શબ્દ અચલ રહેતો. ‘કાયદો’ … Continue reading

Posted in ટૂંકી વાર્તા, FB, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

શુભસ્ય શીઘ્રમ્

ઉમંગરાય વહેલી સવારે નિત્યક્રમાનુસાર લૉ ગાર્ડનમાં મોર્નિંગવૉક માટે પોતાની સ્કુટી ઉપર વેળાસર આવી પહોંચ્યા તો હતા, પણ વૉકિંગટ્રેકના સ્ટાર્ટ પૉઈન્ટે જવાના બદલે એ એકાંત બાંકડે જઈ બેઠા હતા. આજે તેમનો ચાલવાનો મુડ ન હતો, કેમ કે આખી રાત અનિદ્રામાં પસાર … Continue reading

Posted in ટૂંકી વાર્તા, MB, PL, SM, WG | Tagged , , , , , , , , , , , | 7 Comments

ભાગ, ભાગ; જલ્દી ભાગ ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૫)

ભારતની આઝાદી પૂર્વે પાલનપુર નવાબી સ્ટેટના એ જાગીરી ગામમાં બે પોલીસમેનની રાતદિવસ કાયમ હાજરી રહેતી હતી, જેમાંનો એક પોલીસ હથિયારધારી અને બીજો બિનહથિયારધારી રહેતો. એક ચોમાસાની ઋતુમાં કેટલાંક ગામોમાં પશુઓમાં રોગચાળો ફેલાયો હતો. આ રોગચાળો અન્ય ગામોમાં ન ફેલાય તેની … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, લઘુકથા, MB, PL, SM | Tagged , | 1 Comment

ના, લંગોટીભેર ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૪)

છેલ્લી ત્રણ પેઢીથી એ લોકો સરકારે આંકી આપેલી ગરીબીરેખાની લગોલગ જીવી રહ્યાં હતાં, ન ઉપર ન નીચે !!! તેઓ ગરીબીરેખાથી સ્હેજ નીચે હોત તો વિના સંકોચે ભીખ માગીને આરામની જિંદગી જીવી શકતાં હોત, તો વળી તેઓ ગરીબીરેખાથી થોડાંક ઉપરની સ્થિતિએ … Continue reading

Posted in લઘુકથા, MB, PL, SM | Tagged , , , , , , , , , | 1 Comment

ભ્રષ્ટ નોકરશાહો કેવા માટીપગા હોય છે ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૩)

[યુનોના અહેવાલ બતાવે છે કે વિકસિત, અર્ધવિકસિત કે અવિકસિત કોઈપણ દેશ હોય પણ તેના નોકરશાહો અને નાગરિકો દ્વારા આચરાતા ભ્રષ્ટાચારો એના અર્થતંત્રને ખોખલું બનાવતા હોય છે. આવા દેશોની સરકારો ગરીબ હોય છે, પણ ભ્રષ્ટાચાર આચરવાના સ્રોત ધરાવતા પ્રજાના એ ખાસ … Continue reading

Posted in લઘુકથા, MB, PL, SM | Tagged , , , , , , | 2 Comments

લે, લેતો જા; લે, લેતો જા ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૨)

હાઈવેની એ હોટલ આગળ બસ ઊભી રહી કે તરત જ તેનાં પેસેન્જર ટપોટપ નીચે ઊતરીને ડ્રાઈવરને ઘેરી વળ્યાં. ‘એય ડ્રાઈવર, આટલી બેફામ બસ દોડાવે છે; તે અમને બધાંને અમારા ઘરે પહોંચાડવાં છે કે ઉપર ?’ મેં ધમકીભર્યા અવાજે કહ્યું. ’એ … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, લઘુકથા, MB, PL, SM | Tagged , , | 1 Comment

જ્યાં માણસ હોદ્દો બની જાય છે ! – લઘુકથા/માઈક્રોફિક્શન વાર્તા (૧)

વિદ્યુતબૉર્ડના એ મુખ્ય ઇજનેર નવીન વીજજોડાણો અને રાડ-ફરિયાદોનાં લોકોનાં કામો એટલી ત્વરિત રીતે પતાવવા માંડ્યાં કે ખાસ કરીને ખેડૂતોએ તો તેમને ભગવાનનો દરજ્જો આપવાનું જ બાકી રાખ્યું હતું. બારેક મહિનાના એ સબસ્ટેશનમાંના તેમના કાર્યકાળમાં લોકજીભે ‘મલેક સાહેબ’…’મલેક સાહેબ’ નામ એવું … Continue reading

Posted in માઈક્રોફિક્શન વાર્તા, સત્ય ઘટનાત્મક, MB, PL, SM | Tagged , , | 4 Comments