‘પપ્પા, મારો સવાલ કે સરકાર RTI, RTE અને Right to Food જેવા નાગરિક અધિકારોના કાયદા બનાવે છે, તો અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યા તો ૨૬ જ છે; તો પછી એનાથી વધારે અધિકારોને સંક્ષિપ્તમાં કઈ રીતે દર્શાવાશે ? વળી, એક જ અક્ષરવાળા એક કરતાં વધારે અધિકારો હશે તો શું ?
‘બેટા, ત્યારે AAA …. ZZZ જેવાં ઓળખનામોએ અનેક કાયદાઓ બની શકશે. તારા બીજા પેટાપ્રશ્નનો જવાબ છે કે તેમને ધૂમ ૧-૨-3 ફિલ્મો જેવા ક્રમાંકો આપવામાં આવશે !’
‘હેં પપ્પા, આગળ મારો સવાલ છે કે દેશમાંથી ગરીબી નાબૂદ થઈ જશે, ત્યારે સરકારના BPL, ગરીબમેળા, ગરીબરથ જેવા જે લાભો જાહેર કર્યા છે તેનું શું થશે ?’
‘જો બેટા, આપણે ‘વસુધૈવ કુટુંબકમ્’ના આદર્શને વરેલા છીએ એટલે એ લાભો વિશ્વના ગરીબો સુધી આપણે પહોંચાડીશું !’
‘પપ્પા, એક વધુ સવાલ પૂછી લઉં કે આપણા દેશમાંથી ગરીબી ક્યારે નાબુદ થશે ?’
‘બેટા, સાવ સીધો જવાબ છે; જ્યારે ગરીબો જ નહિ હોય, ત્યારે ગરીબી ક્યાંથી રહેવાની છે ?’
‘સમજાયું નહિ !’
‘બેટા, Right to Food નો કાયદો તો હશે, પણ જ્યારે સરકાર પાસે પર્યાપ્ત અન્ન જ નહિ હોય; ત્યારે RTD (Right to Death)નો કાયદો પસાર થશે અને આમ ગરીબો અને ગરીબીનો કાયમી ઉકેલ !!!
-વલીભાઈ મુસા
શબ્દો- ૧૮૬
RTD ?
યાદ
અમેરિકામાં મર્સી કીલીગ નું કાયદાકીય રુપ તે હોસપીસ સારવાર
એક યંગ છોકરીએ આપઘાત કર્યો હતો. આપઘાત પહેલાં એણે એવું લખ્યું હતું કે મેં મારી જિંદગી ભરપૂર જીવી લીધી છે. દરેક આનંદ માણ્યો છે. મને કોઈ અફસોસ નથી. જિંદગીમાં જે જોવું જોઈએ એ બધું જોઈ લીધું છે અને માણવું જોઈએ એ બધું માણી લીધું છે. કોઈ અધૂરપ નથી. હું જાઉં છું. બોલો લ્યો, આ આપઘાતને તમે શું કહેશો? અલબત્ત, સાયકોલોજિસ્ટે આ ઘટનાને પણ એક જાતનો મેન્ટલ ડિસઓર્ડર જ કહ્યો છે
LikeLike
સરસ
LikeLike