વર્ગપ્રાર્થના પત્યા પછી વિદ્યાર્થીઓની હાજરી પૂરવા પહેલાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની આવેલી રજાચિઠ્ઠીઓને વારાફરતી મોટેથી વાંચીને લખાણની ટીકાટિપ્પણી દ્વારા તેમની ઠઠ્ઠામશકરી કરવાની ગુરુજીની રોજની આદત બની ગઈ હતી. એકએક શબ્દ કે વાક્ય વાંચતા જાય, કોમેન્ટરી આપતા જાય, પોતે હસતા જાય અને આખા વર્ગને હસાવતા જાય. મોટા ભાગે તેમની કોમેન્ટરીઓ આવી રહેતી : પૂજ્ય ગુરુજી… વાહ ભાઈ વાહ ! … અમે પૂજ્ય ?… અલ્યા, એને કહેજો કે મારા ઘરે અગરબત્તી ખલાસ થઈ ગઈ છે, તો કાલે એકાદ પેકેટ લેતો આવે, તો અમે પૂજ્ય ખરા ! … સવિનય જણાવવાનું કે…ઓહોહો…વિનય સાથે !… વાહ રે !…લ્યો, શું જણાવવાનું છે, મારા ભાઈ ?… તાવ આવ્યો છે, એમ કે ? … અલ્યા, ઘા કે રિમ નહિ અને એકલો તાવ ? વગેરે…વગેરે.
આજે એક છોકરાએ ગુરુજીના ટેબલ ઉપર ચિઠ્ઠી મૂકી અને તે છોકરાઓ સામે મુસ્કુરાતોમુસ્કુરાતો ગુરુજી તરફ પીઠ ફેરવીને પોતાની પાટલી તરફ જઈ રહ્યો હતો. ગુરુજીએ રોજિંદા પુરોવચનોના ટોળટપ્પા પછી આગળ વાંચ્યું કે ‘આપના પેન્ટની પોસ્ટનાં બટન …’ અને તરત જ કબૂતરની જેમ પાટિયા તરફ ફરી જઈને ઝાટકે યુ ટર્ન લેતાં ઘરે રહી ગએલા અધૂરા કામને આટોપતાં તેઓ એટલું જ બોલ્યા, ‘ચાલો, ચાલો…ગુજરાતીનો છઠ્ઠો પાઠ કાઢો.. લ્યા !.’
-વલીભાઈ મુસા
(તા.૧૯૦૯૨૦૧૪)
કુલ શબ્દો – ૧૮૫
કદાચ આ લઘુ કથાને અનુરુપ ન લાગે પણ મનમા જે ગુંજન શરુ થયું તે જણાવું ?
ગુરુજીની ચીઠ્ઠીમા નીકળ્યુ
મન રે મૂકીને તમે આવો મેદાનમાં રે જાણી લીયો જીવ કેરી જાત જી
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને બીંબે પાડી દઉં બીજી ભાત જી
વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી
પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો તેનો રે દેખાડું તમને દેશજી
ગંગા સતી એમ બોલિયાં રે સંતો ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી
LikeLike
ha haha…ghanu saras….
LikeLike