બી.બી. એન્ડ સી.આઈ. રેલવે*ના જમાનામાં એ એક નાનકડું ફ્લેગસ્ટેશન હતું. રેલવેની હદની એન્ગલોને અડીને પટરીઓથી દૂરસુદૂર ખુલ્લી જગ્યામાં જીર્ણશીર્ણ સાડીઓ-સાદડીઓ વડે ઢંકાએલા છાપરામાં માત્ર બે જ જણનું એ બજાણિયા કુટુંબ હતું. મહામારીમાં માર્યા ગએલા બહોળા પરિવારમાંથી બચેલાં એ વૃદ્ધા નામે ફતુડી અને ફાટુફાટુ થતા યૌવનના ઉંબરે ઊભેલી પોતરી નામે રૂખલી હતાં. દોઢેક માઈલ છેટેના એ સુખી ગામમાં ભીખ માગીમાગીને લાડકોડથી ઊછેરેલી પોતાની વહાલસોયી પોતરીને જ્ઞાતિના જ કોઈક સુખી પરિવારમાં પરણાવવાના એ વૃદ્ધાને કોડ હતા. પરંતુ સ્ટેશના સ્ટાફનાં છોકરાંની હારોહારનું રૂખીનું પ્રાથમિક શાળાનું ભણતર એની ગેરલાયકાત બન્યું હતું. વરપક્ષવાળાં બસો રૂપિયાના દહેજની હઠ પકડીને બેઠાં હતાં. તેમની દલીલ હતી કે ભણેલી વહુ ભીખ માગતાં શરમ અનુભવશે અને તેને ઘેરેબેઠાં ખવડાવવું પડશે ! ફતુ ડોશી પાસે ફૂટી કોડી ન હતી. કરજ લેવા અવેજમાં કોઈ દરદાગીનો પણ ન હતો. પણ હા, પોતાની અસ્ક્યામત કે જે ગણો તે, પેલા સુખી ગામમાં ભીખ માગવા માટેનો ઈંગ્લેન્ડના બંધારણ જેવો બેએક પેઢીથી ચાલ્યો આવતો એકાધિકાર જેવો તેનો ઇજારો હતો; જેને જ્ઞાતિજનોએ માન્ય રાખેલો હતો. ફતુ ડોશીએ પોતાના શેષ જીવનની ભૂખમારાની પરવા કર્યા સિવાય દહેજના બસો રૂપિયાના બદલામાં એ ગામમાં ભીખ માગવાના ઈજારાના વેચાણખત ઉપર અંગૂઠો કરી આપીને હરખનાં આંસુડે પોતરીનું કન્યાદાન કર્યું હતું.
ગામલોકોને ખબર ન હતી કે તેમના ગામનો સોદો થઈ ચૂક્યો હતો !!!
-વલીભાઈ મુસા
(તા.૧૮૦૯૨૦૧૪)
(૨૦૦ શબ્દો)
* Bombay to Baroda & Central India Railway
# ‘અક્ષરનાદ’ ઉપર પ્રકાશિત
ખૂબ સુંદર
ભીખ માંગવી ખોટી નથી. હાલ ન મો ની ભીખ
‘PM ભિખારી બનીને તમારી પાસે આવ્યો છે, દીકરીઓના જીવનની ભીખ માગે છે’ … ભાવનાત્મક રીતે અપીલ કરતાં જણાવ્યું હતું કે ‘દેશનો પ્રધાનમંત્રી ભિખારી બનીને આવ્યો છે અને તમારી પાસે દીકરીઓના જીવનની ભીખ માગી રહ્યો છે.
આખું કાવ્ય યાદ નથી આવતું
પણ
ગૂંજે છે
ચક્રવર્તી મહારાજ ચાલિયા
કાળચક્રની ફેરીએ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ
હાલની વાત રાજસ્થાનમાં એક એવો ભીક્ષુક છે કે જે સવારે ભીખ માગે છે અને બપોરે કોલેજ જાય છે, કોલેજમાં તે કાયદાનો અભ્યાસ કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૪૮ વર્ષીય શિવસિંહ સવારે મંદિરો, દુકાનો અને ઘરે ઘરે જઇને ભીખ માગે છે અને બાદમાં બપોરે ત્રણ કલાકે તે કોલેજ જાય છે. શિવસિંહ રાજસ્થાન યુનિર્વિસટીમાં કાયદાનો અભ્યાસ કરે છે પણ આર્િથક સ્થિતિ પહેલાથી જ એટલી ખરાબ છે કે તે ભીખ માગી પોતાનું પેટિયું રડે છે. રાજસ્થાન યુનિર્વિસટીના કેમ્પસમાં તેની ફાટેલી બેગમાં કાયદાના પુસ્તકો હોય છે.
‘…ભીખ માગવાના ઈજારાના વેચાણખત ઉપર અંગૂઠો કરી આપીને હરખનાં આંસુડે પોતરીનું કન્યાદાન કર્યું હતું.’
ભીની આંખે બરોબર વાંચી ન શકાયું
LikeLike
ગામલોકોને ખબર ન હતી કે તેમના ગામનો સોદો થઈ ચૂક્યો હતો !!!
———
આવા સોદા પણ થાય!
LikeLike