વાર્તાસ્રોતની સફરે :
(હાસ્ય દરબાર ઉપર મેં ગેસ્ટ બ્લોગર તરીકે આ વાર્તા મૂકેલી ત્યારે વાચકોનો બહોળો પ્રતિસાદ તેને મળ્યો હતો. મારા વાચક ડો. કનક રાવલના મતે પચાસેક વર્ષ પહેલાં આ જ મતલબનો કોઈક રમુજી ટુચકો અંગ્રેજી વર્ઝનમાં પ્રચલિત હતો. સંભવ છે કે એ વાતમાં સત્ય હોય પણ ખરું અને તેથી જ આ રચના મૌલિક હોવાનો હું કોઈ દાવો નથી કરતો. મારા વાંચન કે શ્રવણ દ્વારા મારી સ્મૃતિમાં સચવાઈ રહેલી શક્યત: આ રચનાની અભિવ્યક્તિ તો મારી આગવી શૈલીમાં છે જ અને તેથી જ તો મારા પોતાના બ્લોગ ઉપરનાં આ વાર્તાનાં બંને વર્ઝન ઉપરાંત ‘હાસ્ય દરબાર’માં મળીને એકંદરે પચીસેક જેટલી કોમેન્ટ્સ પ્રાપ્ત થઈ હતી.)
બીજું તો શું વળી ?
એક દિવસે એક મનોચિકિત્સાલયની OPD ની શરૂઆતમાં જ એક માત્ર દર્દીને ડોક્ટરોની પેનલ આગળ લાવવામાં આવ્યો. ડોક્ટરોએ તેનો ઈન્ટરવ્યુ લેતાં એક વિશિષ્ટ પ્રશ્ન પૂછ્યો, ‘તને સારો થઈ ગયા પછી અહીંથી રજા આપવામાં આવે, તો તું પહેલું કામ શું કરે?’ દર્દીએ તરત જ જવાબ આપી દીધો, ‘હુ થોડાક પથ્થરના ટુકડા ભેગા કરું અને તમારા દવાખાનાના કાચના બનેલા બધા જ દરવાજા અને બારીઓના કાચ ફોડી નાખું!’ પ્રશ્ન અને તેના જવાબને દર્દીના કેસ ઉપર નોંધી દઈને તેને સારવાર માટે Indoor દર્દી તરીકે દાખલ કરી દેવામાં આવ્યો.
ત્રણ મહિના પછી એ જ દર્દીને એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને ડોક્ટરોને સંતોષ થાય તેવો તેણે જવાબ આપ્યો, ‘સાહેબો, હું કમાવા માટે કોઈક નોકરીની શોધ કરીશ!’
‘બહુ જ સરસ! પછી?’
‘હું પૈસા બચાવીશ અને કોઈક સુંદર સ્ત્રીને પરણીશ.’
ડોક્ટરો મૂળ પ્રશ્નના જુદા જ જવાબો મળતા જતા હોઈ તેની સારો થઈ ગયો હોવાની નિશાનીઓ સમજીને ઉશ્કેરાટમાં આવી ગયા અને વળી આગળ પૂછ્યું, ‘પછી?’
‘હું મારી પત્નીને મારા માટે એક કપ કોફી બનાવવાનું કહીશ!’
‘અદભુત! ત્યાર પછી?’
‘પછી તેને સાણસી અને અમારા છોકરાનો જૂનો લેંઘો લાવી દેવાનું કહીશ.’
ડોક્ટરો થોડાક મૂંઝાયા, તેમ છતાંય આગળ પૂછવાનું ચાલુ રાખ્યું, ‘ત્યાર પછી શું, વ્હાલા દોસ્ત?’
‘હું લેંઘાની ઈલાસ્ટીકની પટ્ટી કાપીશ, તેને સાણસીનાં બંને પાંખિયાં સાથે બાંધીને એક નાની ગિલોલ બનાવીશ!’
‘અરે ઓ ઈશ્વર, પણ શા માટે?’
‘તેના વડે પથ્થરના ટુકડાઓ ફેંકીને તમારા દવાખાનાનાં બધાં જ બારીબારણાંના કાચના દરવાજા ફોડી નાખીશ! બીજું તો શું વળી?
-વલીભાઈ મુસા
સરસ, બેવકુફોની સારવાર કર્યા પછી, તેના પરિણામ માટેનો બોધ લેવા જેવી વાર્તા છે.
LikeLike
કેટલીક વાર આ રીતે કરવું પડે…
આખરે કંટાળીને મેં એમને પૂછ્યું, “ભદ્રંભદ્રને આગગાડીમાં મળેલા તે તમેજ કે?”
“ભદ્રંભદ્ર કોણ?”
“અમારા પાડોશીની ગાય.” જરા વિચાર કરીને મેં કહ્યું.
“તે આગગાડીમાં શું કામ ગઇ હતી?”
“દૂધ વેચવા”
“દૂધ વેચવા? કોને વેચવા? એનો માલિક દૂધ વેચે છે?”
આમ એને સંભળાવવા જતાં મારે અનેક પ્રશ્નો સાંભળવા પડ્યા. પણ તેને લીધે મને સરસ યુક્તિ સૂઝી. ત્યાર પછી હંમેશા એ યુક્તિનું પાલન કરવા માંડ્યું. એ યુક્તિમાં હું સંપૂર્ણ રીતે સફળ થયો. મારા મોંનો દેખાવ બને તેટલો વ્યગ્ર કરી ફાટી આંખે એમના સામું ઘૂરકીને કાંઇક બેવકૂફીથી જોઇ રહેતો ને ગાંડાની માફક જવાબ દેતો. એનો એક જ દાખલો આપું.
મારા સગામાં કોઇ સમચરી હતું. ત્યાં મારા પરોણાને લઇને મારે જમવા જવાનું હતું. ત્યાં આ યુક્તિનો મેં છૂટથી ઉપયોગ કર્યો. જમી રહ્યા પછી એણે અમારા જ્ઞાતિજનો સંબંધી પ્રશ્નો પૂછવા માંડ્યા. “પેલા તમારી જોડે બેઠા હતાં એ કોણ હતાં?”
“શું પૂછ્યું?” જરા ડોળા ફફડાવીને મેં એમને પૂછ્યું.
જરા ગભરાઇને મારી સામું ભયથી નિહાળી એમણે ફરી કહ્યું, “પેલા તમારી જોડે બેઠા હતાં એ કોણ હતા?”
“મારા કાકાની બકરી.” મેં જવાબ દીધો ને ક્ષણભર એ દિગ્મૂઢ થઇ ગયા.
“ને પેલા તમારી સામે હતા તે?”
“મારા દાદાનો ઘોડો” મેં શૂન્ય દ્રષ્ટિએ આકાશ સામું જોઇ જવાબ દીધો.
“બંને એક બીજા સામે ઘૂરકતા કેમ હતા?”
“જો, સાંભળ !” મેં જોરમાં એને થપાટ મારી કહ્યું, “એ બધા મારી ફોઇના કૂતરા છે. તે માંહ્ય માંહ્ય લડ્યા. રામલાલને ગેટ પર લઇ ગયા.”
“રામલાલ કોણ?” એણે પૂછ્યું.
“સાંભળ !” બરાડો મારી ભયંકર અવાજે હું બોલ્યો : “રામલાલને ગેટ પર લઇ ગયા. પોલીસ તેને પગે કરડ્યો એટલે રામલાલને ઝેર ચડ્યું, ને શંભૂલાલ મરી ગયો. મગનલાલ માટે આણેલું ઘાસ ફોજદાર ખાઇ ગયો. એટલે ચીમનલાલે ફોજદારને ડાકું ભર્યું. ફોજદારે દાંત કચકચાવ્યા એટલે સિપાઇઓએ તેને ચૂડ ભેરવી. આમ” કહીને મેં અતીવ બળપૂર્વક એમનો હાથ પકડી મચડવા માંડ્યો. ઝાટકો મારી હાથ છોડી એમણે ઘર તરફ ચાલવા માંડ્યું.
* * *
મારા કાકી માને છે કે અમારા અતિથિ અમારું શહેર છોડીને જરા વહેલા ચાલ્યા ગયા ને બહુ પ્રસન્ન થઇને ગયા હોય એમ પણ તેમને લાગ્યું નહીં. આ બધાનું કારણ હું જ છું એમ હજીય એ માને છે. પણ માણસ સત્યને સમજવા જ ન માંગે તો તેનો ઉપાય શો?
LikeLike
સુંદર….
LikeLike
hataa tyanaa tyan?
LikeLike