સાબિતી

Click here to read in English.

વાર્તાસ્રોતની સફરે :

(આ એક વધુ પ્રયોગાત્મક શૈલીએ લખાએલી લઘુકથા છે જેને મારા “William’s Tales” બ્લોગ ઉપર પ્રથમ તો અંગ્રેજીમાં The Proof શીર્ષકે મૂક્યા પછી તેનો અનુવાદ પણ મૂકવામાં આવ્યો હતો. આત્મકથન શૈલીએ લખાએલી આ વાર્તાના ઉપનાયક તરીકે તો ‘હું’ છે, પણ મુખ્ય નાયક તો છે કોઈક અજ્ઞાત અને અનામી વ્યક્તિ. વિષયશ્રેણી અને કથાવસ્તુના વૈવિધ્યને સુપેરે અભિવ્યક્ત કરતી આ એક અનોખા અંદાજમાં લખાએલી વાર્તા આપ સૌ વાંચકોને ગમશે જ એની કોઈ ‘સાબિતી’ મારે આપવી જરૂરી ખરી !)

સાબિતી 

શિયાળાના એ દિવસોમાં હું મારા મકાનના ધાબા ઉપર સૂર્યસ્નાન કરી રહ્યો હતો. એક અજાણી વ્યક્તિ તેના વિચિત્ર ચહેરા ઉપર સ્મિત રેલાવતી મારી સામે આવીને ઊભી રહી. હું તેને કંઈક પૂછું તે પહેલાં તેણે જ મારી સામે કોઈપણ જાતના સંદર્ભ વગર જ સીધો એક પ્રશ્ન મૂકી દીધો.

”તમે ઈશ્વરમાં માનો છો ?”

“ના, બિલકુલ નહિ.”

“તો તમે બુદ્ધિવાદી (Rationalist) હશો! હું સાચો છું ?”

“હા,બિલકુલ. પણ, તેનું તમારે શું કામ ?”

તેણે મારા શબ્દો તરફ ધ્યાન આપ્યા વગર જ આગળ કહ્યું, ”મહેરબાની કરીને તમે મારા ઉપર એક ઉપકાર કરશો? તમારા બુદ્ધિવાદ (Rationalism) માં એવું કોઈ સૂત્ર ખરું કે જે તમારી સંપૂર્ણ વિચારધારાને સમજાવી શકે ?”

“અલબત્ત. હા તે છે : ‘ઈશ્વર ક્યાંય નથી. (God is nowhere.)

“તમને વાંધો ખરો, જો હું તમારા ‘ક્યાંય (nowhere)’ શબ્દને બે શબ્દો ‘હવે અહીં (now here) એમ છૂટો પાડું તો ?”

“પણ, શા માટે? હું સમજી શકતો નથી કે તમે શું કહેવા માગો છો ?”

“હું તમારા માટે સાબિત કરી શકું કે ઈશ્વર અહીં છે.”

“મારે કોઈ સાબિતીઓની જરૂર નથી કે જેને હું માનતો હોઉં !”

“ચાલો બરાબર. પણ, હવે તમે મારા છેલ્લા એક પ્રશ્નનો જવાબ આપશો ?”

“પૂછો. પણ, તમે કોણ…?”

તેણે મારા પ્રશ્નને અધવચ્ચેથી જ કાપી નાખીને તેની અવગણના કરતાં પૂછ્યું, “તમે ભૂતમાં માનો છો ?”

“ના, જરાય નહિ. હું વૈજ્ઞાનિક પણ છું! તમે જાણો છો કે વિજ્ઞાન પ્રયોગો વડે સાબિતીઓના આધારે જ સત્યને શોધે છે ?”

“હું દિલગીર છું કે હું તમને ઈશ્વર વિષેની કોઈ સાબિતીઓ આપી શકતો નથી, એટલા માટે કે તમને સારી રીતે સમજાવવા માટેની એ પ્રક્રિયા ઘણી લાંબી થાય તેમ છે. પણ, હું તમને હાલ તરત જ ભૂતના અસ્તિત્વ વિષેનો પ્રયોગ બતાવી શકું !”

”ખરેખર !”

પણ, મેં શું જોયું !

પેલો અજાણ્યો માણસ મારી આંખો સામે જ અદૃશ્ય થઈ ગયો, જાણે કે તે હવામાં ઓગળી ગયો હોય ! અને, મેં મારા પરસેવાથી જ સ્નાન કરી લીધું !!!

– વલીભાઈ મુસા 

Advertisements

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in ટૂંકી વાર્તા, રહસ્ય and tagged , , , , , , . Bookmark the permalink.

5 Responses to સાબિતી

  1. pragnaju says:

    “ઈશ્વર વિષેની કોઈ સાબિતીઓ આપી શકતો નથી, એટલા માટે કે તમને સારી રીતે સમજાવવા માટેની એ પ્રક્રિયા ઘણી લાંબી થાય તેમ છે…………………”
    શૂન્યવાદીઓની સાથે એમ માનવું કે સર્વ કાંઈ શૂન્ય જ છે, આપણે કંઈ જાણતા નથી; ભૂત, ભવિષ્ય કે વર્તમાન વિશે પણ આપણે કદી કંઈ જાણી શકવાના નથી. આપણે એ યાદ રાખવું જોઈએ કે જે માણસ ભૂતકાળને તેમજ ભવિષ્યકાળને માનતો નથી અને માત્ર વર્તમાનકાળને જ વળગી રહેવા માગે છે, તે કેવળ પાગલ છે. એ તો માતાપિતાનો ઈન્કાર કરવો ને બાળકનું અસ્તિત્વ છે એમ કહેવા જેવું છે. તે પણ તેટલું જ તર્કયુક્ત ગણાય. ભૂતકાળ અને ભવિષ્યકાળનો અસ્વીકાર કરવો હોય, તો વર્તમાનકાળનો પણ અનિવાર્ય રીતે અસ્વીકાર કરવો જ જોઈએ. આ થયો એક પક્ષ – શૂન્યવાદીઓનો પક્ષ. મેં ક્યાંયે એક પણ માણસ એવો જોયો નથી કે જે ક્ષણભરને માટે પણ ખરેખરો શૂન્યવાદી થઈ શકે. માત્ર બોલવું બહુ સહેલું છે.

    Like

  2. chaman says:

    મારી સમજ પ્રમાણૅ આ લઘુકથા ગણાય. તેમ છતાં લઘુકથાના નિષ્ણાત શ્રી મોહનલાલ પટેલને જો તમો જાણતા હોવ તો એ અમદાવાદ માંજ છે.. મલ્યા હશો જ એમ માની લઊ છું.
    ‘ચમન’

    Like

  3. La' Kant says:

    “તમને વાંધો ખરો, જો હું તમારા ‘ક્યાંય (nowhere)’ શબ્દને બે શબ્દો ‘હવે અહીં (now here) એમ છૂટો પાડું તો ?” માં તથ્ય તો દેખાય/લાગે જ છે ને ?

    “આપણું હોવું ” એ અન્ય હોવાનો પૂરાવો નથી ?

    દ્વન્દ્વાત્મક આ સમગ્ર સંરચનામાંએક વગર બીજો કેમ હોઈ શકે ? [ હકીકતમાં ત્રિગુણાત્મક જ= મેટર/પદાર્થ/દ્રવ્ય+,ચલિતભાવ/ ગતિમાનતા (દૃષ્ટ જીવન્તતા, અને આ મૂલત: +પ્રાણ-મય સ્પેસ /અવકાશ (જેના હોવાને કારણે “ગતિ”/ ચાલકબળ છે !) ] આ સમગ્ર સ્વયં-સંચાલિતતાગત વ્યવસ્થા ના એક ભાગ તરીકે છે એ નો સ્વીકાર કરાય તો ?

    “માત્ર બોલવું બહુ સહેલું છે.” કોણ નકારી શકે ?

    ‘ચમન’ભાઈ શ્રી મૂળ મુદ્દા વિષે “મૌન” રહ્યા !પણ સાહિત્ય-પ્રકાર અંગે “મોહન પટેલ”શ્રી વસ્તુ અંગે નિષ્ણાત-મત લઇ શકાય !

    Like

  4. La' Kant says:

    વલીભાઈ ,

    જય હો = સલામ આલેકુમ =આ ઈ ગ્રીટ “યુ ”

    આ લ્યો પરતીભાવ …” સાબિતી” પર …

    *La’ Kant * / June 30, 2013 at 9:58 am / 3:31
    P.M. Dombivli

    *“**તમને વાંધો ખરો, **જો હું તમારા ‘**ક્યાંય (nowhere)’ **શબ્દને બે શબ્દો ‘*
    *હવે અહીં (now here) **એમ છૂટો પાડું તો ?” **માં તથ્ય તો દેખાય/લાગે જ છે ને
    ?*

    *“**આપણું હોવું ” **એ અન્ય હોવાનો પૂરાવો નથી ?*

    *દ્વન્દ્વાત્મક આ સમગ્ર સંરચનામાંએક વગર બીજો કેમ હોઈ શકે ? [ **હકીકતમાં
    ત્રિગુણાત્મક જ= મેટર/પદાર્થ/દ્રવ્ય+,**ચલિતભાવ/ ગતિમાનતા (દૃષ્ટ જીવન્તતા, **અને
    આ મૂલત: +પ્રાણ-મય સ્પેસ /અવકાશ (જેના હોવાને કારણે “ગતિ”/ ચાલકબળ છે !) ] આ
    સમગ્ર સ્વયં-સંચાલિતતાગત વ્યવસ્થા ના એક ભાગ તરીકે છે એ નો સ્વીકાર કરાય તો ?*

    *“**માત્ર બોલવું બહુ સહેલું છે.” **કોણ નકારી શકે ?*

    *‘**ચમન’**ભાઈ શ્રી મૂળ મુદ્દા વિષે “**મૌન” **રહ્યા !પણ સાહિત્ય-પ્રકાર અંગે “
    **મોહન પટેલ”**શ્રી વસ્તુ અંગે નિષ્ણાત-મત લઇ શકાય !*

    *-લા’કાન્ત / 30-6-13 ,3:33 બપોરના મ।*

    Like

  5. હવે આવતી વખતે તમને મળવા આવું ત્યારે, ઈશ્વર તો નહીં , પણ એ ભૂત જરૂર બતાવજો !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s