હમદર્દી !

વાર્તાસ્રોતની સફરે :

(મારા એક આર્ટિકલ (Paying lip service) માંના ઉદાહરણ તરીકેના વાર્તારૂપ એક અંશને મારા મિત્રોના એક બ્લોગ ‘હાસ્ય દરબાર’ ઉપર મહેમાન બ્લોગર તરીકે ‘હમદર્દી’ શીર્ષકે મૂકેલ હતો જે અહીં પ્રસ્તુત છે. આ વાર્તાને નવલિકા કહેવા કરતાં લઘુકથા કહેવામાં આવે તે જ વધુ ઈષ્ટ ગણાશે. કોઈપણ હાસ્યરચના પાછળ કોઈક ને કોઈક ગંભીર વાતનો ઈશારો તો હોય જ. એ બાબત વાંચકો ઉપર નિર્ભર રહે છે કે તેઓ કેવી રીતે તેમાંના ભાવ કે વિચારને તારવે છે અને મૂલવે છે.)

હમદર્દી !

રસ્તાના ખૂણે બેઠેલો એક માણસ રડી રહ્યો હતો. આ ઘટનાના મુખ્ય પાત્ર એવા એક અન્ય ભાઈએ ત્યાંથી પસાર થતાં પેલાની પાસે થોભીને પૂછ્યું, ‘દોસ્ત, તું કેમ રડે છે? તને શું થયું છે?’

‘હું છેલ્લા ત્રણ દિવસથી ભૂખ્યો છું.’ પેલાએ જવાબ વાળ્યો.

અન્ય ભાઈએ તો સ્વગત ‘બિચ્ચારો!’ બોલીને પેલાની પાસે બેસી જઈને રડવાનું ચાલુ કરી દીધું. પહેલાવાળો નવાઈ પામતાં પૂછી બેઠો., ‘ભલા માણસ, પણ તમે શા માટે અને  કોના માટે રડી રહ્યા છો?’

‘હું પણ એક દિવસનો ભૂખ્યો છું અને તારા દુ:ખને સમજી શકું છું; અને એ માટે જ હું રડી રહ્યો છું!’

‘પણ, તમારા હાથમાં બ્રેડ છે અને છતાંય રડો છો! આપણે બંનેએ આ બ્રેડથી આપણી ભૂખ મિટાવીને રડવાનું બંધ ન કરી દેવું જોઈએ?’

‘આપણે બંનેએ?  બિલકુલ નહિ! હું તારી પાસે કલાકો સુધી બેસીને તારી ભૂખ અને તારા દુ:ખમાં સહભાગી થવા રડી લેવા તૈયાર છું; પણ આ બ્રેડ તો ન જ આપી શકું,  કેમકે એ તો મારા કુટુંબ અને મારા માટે જ છે!’

-વલીભાઈ મુસા

About Valibhai Musa

I am known with my nickname 'William' also in Blogging world. My Blog title is 'William's Tales', a bilingual Blog (English & Gujarati). My e-books in number of 13 (English-3 & Gujarati-10) have been published through BookGanga - Pune. Most of my literary work is in form of essays on human life - its direction, destination, peace & problems. I have written stories and poetry also In Gujarati. I am a super senior citizen and have been living my life with my motto 'Live and Let Live.' My Blogs :- (1) "William's Tales" - http://musawilliam.wordpress.com (૨) "વલદાનો વાર્તાવૈભવ" - https://musavalibhai.wordpress.com
This entry was posted in કટાક્ષ, ટૂંકી વાર્તા, હાસ્ય, MB, PL, SM and tagged , , , , . Bookmark the permalink.

5 Responses to હમદર્દી !

  1. ખૂબ સુંદર કથા, આપણે સહુ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવું કરતા જ હોઈએ છીએ, કોઈના દુ:ખે દુ:ખી થનારા આપણે તેનું દુ:ખ દૂર કરવાના પ્રયત્નો હાથવગા હોય તો પણ કરતા નથી, પણા દિલસોજી વ્યક્ત કરવામાં પહેલા નંબરે હોઈએ છીએ…

    Like

  2. મગરનાં આંસુ? !

    Like

  3. La' Kant says:

    કદાચ, ત્રણ દિવસની ભૂખ પછીય હજી વધુ ભૂખ સહેવાની તાકાત હતી પહેલા “રસ્તાના ખૂણે બેઠેલો એક માણસ”માં, જે લગભગ સજ્જન પણ હતો… , નહીંતો …કોઈ અન્ય હોય તો,બીજાના હાથમાંની બ્રેડ છીનવી પણ લે … આમ નઝરિયામાં શક્યતાઓ અનેક છે…
    -લા ‘ કાન્ત / ૨૪-૬-૧૩

    Like

Leave a comment